લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજી-1 ડેમ માટે સૌની યોજનાનું પાણી છોડવાનું શરૂ કરાયું

રાજકોટવાસીઓ માટે જીવાદોરી સમાન ગણાતી સૌની યોજના અંતર્ગત આજે સવારથી ફરીએકવાર આજી-1 ડેમ માટે નર્મદાનીર છોડવાનું શરૂ કરી દેવાયુ છે.આમ તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાએ આજી-1 અને ન્યારી-1 ડેમ માટે ઉનાળા દરમ્યાન સૌની યોજના અંતર્ગત નર્મદાનીર છોડવા સરકાર સમક્ષ દરખાસ્ત કરી માંગણી કરી હતી.આ માંગણી સરકારે સ્વીકારી લીધી અને ચાલુ વર્ષનાં ઉનાળા દરમ્યાન રાજકોટવાસીઓને પીવાના પાણીની તંગી ન પડે તે માટે આજી-1 ડેમ માટે પાણી છોડવાનું શરૂ કરી દીધુ છે.

આમ સુરેન્દ્રનગરનાં ધોળીધજા પમ્પીંગ સ્ટેશનેથી બે પંપ મારફતે આજી-1 ડેમ માટે પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે.આ પાણી હવે મચ્છુ-1થી ત્રંબા સુધીની 90 કિ.મીની પાઇપલાઇન દ્વારા આજી-1 ડેમ સુધી પહોંચશે જે નર્મદાનીર મૂળીના પાટડીથી આગળ પહોંચી ત્રંબા સુધી પહોંચી જશે અને ત્યાં જુદા-જુદા 7 જેટલા ચેકડેમો અને કાળીપાટની ખાણ ભરાયા બાદ આ નર્મદાનીર આજી-1 ડેમ સુધી પહોંચી જશે.આમ વર્તમાન સમયમાં 17 ફૂટની સપાટી સુધી ભરેલા આજી-1 ડેમ ચાલુ માસ દરમ્યાન કુલ 650 એમ.સી.એફ.ટી પાણી છોડી રાજકોટને જુલાઇ માસ સુધી ચાલે તેટલુ પાણી આજી-1 ડેમમાં ભરી દેવાશે.આમ સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમમાં સૌપ્રથમવાર વર્ષ-2017માં નર્મદાનીર છોડાયા હતા.ત્યારબાદ સાતમી વાર આજી-1 ડેમ માટે નર્મદાનીર છોડાયુ છે.