લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 76 દર્દીઓના મોત થયા,જ્યારે એસ.ટી ડિવીઝનના ડ્રાઇવર-કન્ડક્ટર સંક્રમિત થયા

રાજકોટમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 76 દર્દીઓના મોત થયા હતા.જ્યારે બપોર સુધીમાં નવા 251 કેસો નોંધાયા છે. આમ કુલ કેસની સંખ્યા 31,733 થઈ ગઈ છે.આમ આ સિવાય રાજકોટ એસ.ટી ડિવીઝનમાં પણ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે.જેમાં 9 ડેપોના 150 જેટલા ડ્રાઇવર-કન્ડક્ટરો કોરોના સંક્રમિત બન્યા છે ત્યારે 250 બસની 500 જેટલી ટ્રિપો રદ કરવામાં આવી છે.