લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટે આપ એ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે.ત્યારે આ વખતે દિલ્હીમાં સત્તા પર રહેલી આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જમ્પલાવ્યું છે.આમ આગામી તા.૨૧ ફેબ્રુઆરીએ રાજ્યની ૬ મહાનગરપાલિકાની બેઠકો પર મતદાન થશે.ત્યારે આજે આમઆદમી પાર્ટીએ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટે વધુ ૧૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

જે યાદીમાં વોર્ડ નં.૧ અશ્વિન ફાસરા,ગૌરીબેન(પ્રભાબેન)પંખાણીયા,વોર્ડ નં.૪ સ્વાતિબેન ગોહેલ,વોર્ડ નં.૫ મૌલિકભાઈ ચિત્રોડા,વોર્ડ નં.૬ એડવોકેટ રણજીત મકવાણા,વોર્ડ નં.૭ નૈમિષ પાટડીયા,વોર્ડ નં.૧૧ અલ્પઆબેન પટોરીયા,વોર્ડ નં.૧૩ મનસુખ શિરોચા,વોર્ડ નં.૧૮ રિટાબેન ખાટરિયા અને ભારતીબેન અઘોલાને ટીકીટ અપાઈ છે.