લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં દાંડીયાત્રા અવસર નિમિતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ઉપસ્થિત રહેશે

રાજકોટમાં 12 માર્ચે દાંડીયાત્રા અવસરે મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સાંજે પાંચ વાગ્યેથી ગાંધીવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.તેની સાથ કસ્તુરબાધામ ખાતે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પ્રાર્થનાસભા,ગાંધીવંદના તેમજ મહાનુભાવોના વકતવ્યોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમાં ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ સંગીત એકેડમીના પંકજ ભટ્ટ ઉપસ્થિત રહેશે.

રાજકોટ શહેર અને જિલ્લામાં દાંડીયાત્રાના 75 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.આ કાર્યક્રમ ગુજરાત રાજયભરનાં તમામ જિલ્લાઓમાં યોજાનાર છે.અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને દાંડીકૂચના રૂટ પર પદયાત્રા કરનાર છે.સાબરમતી આશ્રમ ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.દાંડીયાત્રાના દિવસે રાજકોટમાં બે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.જેમાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીના જીવન પરનું નાટક,અંધ મહિલા વિકાસગૃહની બહેનો દ્વારા પ્રાર્થના તેમજ ગાંધી જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.