લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટ જિલ્લા તેમજ તાલુકા પંચાયત કબજે કરવા ભાજપ-કોંગ્રેસની કવાયત

રાજકોટ મનપાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.ત્યારે હવે કોંગ્રેસે પણ રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કમરકસી છે.ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો તેમાં કુલ 9,60,551 મતદારો નોંધાયા છે.જે પૈકી 5 લાખ 3 હજાર 70 પુરુષ અને 4 લાખ 57 હજાર 479 મહિલા મતદારો નોંધાયા છે.આમ રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો પર મતદારો શાંતિપૂર્ણ અને સલામત રીતે મતદાન કરી શકે એ માટે 1146 મતદાનમથક ઊભા કરવામાં આવ્યા છે.આમ જો ચાલુ મતદાન દરમિયાન ઈવીએમ મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તેવા સંજોગોને ધ્યાને રાખીને 10% રિઝર્વ ઈવીએમ રાખવામાં આવ્યાં છે.જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં 7102 વ્યક્તિનો પોલિંગ-સ્ટાફ,1218 પોલીસ-સ્ટાફ,8 રિટર્નિંગ ઓફિસરો,22 આસિ.રિટર્નિંગ ઓફિસરો સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.

આમ આગામી 28મી ફેબ્રુઆરીએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યના 31 જિલ્લા પંચાયતો,231 તાલુકા પંચાયતો,81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે.જેની મતગણતરી 2 માર્ચના રોજ થશે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે,જેમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં શાસન જાળવી રાખવા જ્યારે ભાજપ જિલ્લા પંચાયતમાં કબજો કરવા મથામણ કરી રહી છે.