લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ કોરોના સંક્રમિત થયા,હોમક્વોરન્ટાઇન કરાયા

રાજકોટમાં કોરોના કેસમાં દિવસે ને દીવસે વધારો થઈ રહ્યો છે.થોડા દિવસ અગાઉ રાજ્યસભાના સાંસદ સ્વ.અભય ભારદ્વાજના પુત્રી અમૃતા તથા નીતિનભાઇના પત્નિ વંદનાબેન અને તેમના મોટા પુત્ર નિયંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમઆઇસોલેટ થયા હતા. આ સિવાય મનપાના પૂર્વ વિરોધપક્ષ નેતા વશરામ સાગઠિયા કોરોના સંક્રમિત થતા તેઓ હોમ આઇસોલેટ થયા હતા.ત્યારે મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ કોરોના સંક્રમિત થતા હોમ ક્વોરન્ટાઇન થયા છે.આમ શહેરમાં ગઈકાલે નવા 198 કેસો નોધાતા કુલ કેસની 18,757 પર પહોંચી છે.

રાજ્યમાં કોરોનાના અલગ-અલગ જગ્યાએ નવા લક્ષણો સામે આવી રહ્યા છે.જેમાં ખંજવાળ અને પેટનો દુખાવો સામેલ છે.ત્યારે રાજકોટમાં નવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.ત્યારે ઘણા કિસ્સાઓમાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી. જે દાખલ થાય છે તેમાં મોટાભાગે 40 થી શરૂ કરી 60 વર્ષની વયના દર્દીઓ હોય છે.રાજકોટમાં સોમવારે કોરોનાના નવા 164 કેસો સામે આવ્યા હતા.જેમાં શહેરના 130 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 34 દર્દીઓનો સમાવેશ થાય છે.