લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં ઇન્ટરનેશનલ વુમન્સ-ડે પર મહિલાઓને વિશેષ ભેટ,સિટી બસ,બી.આર.ટી.એસ બસમાં મુસાફરી ફ્રી

ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર મહિલાઓ માટે રાજકોટ મનપાએ મોટી ભેટ આપી છે.જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં આવતીકાલે મહિલાઓ માટે સિટી બસ અને બી.આર.ટી.એસ બસમાં ફ્રી મુસાફરી કરાવવાનો નિર્ણય લીધો છે.જેમાં કોઇપણ રૂટ પર ગમેતેટલી વખત મહિલાઓ મફત મુસાફરી કરી શકશે.આમ બહોળી સંખ્યામાં મહિલા મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.રાજકોટમા બંને પ્રકારની બસ સેવાનો 40,000થી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.