લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટના મહાત્મા મ્યુઝિયમમાં 12 માર્ચે દાંડીયાત્રા દિવસ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવશે

અમદાવાદ ખાતે 12 માર્ચે દાંડીયાત્રા દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવી રહ્યા છે.વડાપ્રધાન દાંડીયાત્રાના રૂટ પર પદયાત્રા કરનાર છે.આ અવસરે રાજકોટ સહિત રાજયના તમામ જિલ્લાઓમાં દાંડીયાત્રાના દિવસ નિમિતે વિવિધ સમારોહ યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા મ્યુઝીયમ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવશે.આ કાર્યક્રમ રાજકોટ મહાપાલિકા દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે.આમ આ દરમ્યાન જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે દાંડીયાત્રાના 75 વર્ષ વર્ષ 2023માં પુર્ણ થતા હોવાથી સતત 2 વર્ષ સુધી દાંડીયાત્રાના દિવસે વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજવામાં આવશે.12 માર્ચે વડાપ્રધાન અમદાવાદ આવતા હોય તે દિવસે રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે એક મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.