લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટના નવા મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક કરાઇ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે પ્રદીપ દવેની વરણી કરવામાં આવી છે.જેઓ રાજકોટ યુવા ભાજપના પ્રમુખ હતા.જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ડૉ.દર્શિતાબેન શાહની નિમણુંક કરવામાં આવી છે.તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.તેઓ અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.જેઓ પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ અને પૂર્વ મેયર મંજુલાબેન પટેલના પુત્ર છે.શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ધવાની નિયુક્તિ કરવામાં આવી છે તેમજ સુરેન્દ્રસિંહવાળાને દંડક બનાવવામાં આવ્યા છે.