રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો.પ્રદીપ ડવેએ ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કર્યો છે.જેમાં મુખ્યમંત્રીની જેમ લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મનપા કચેરીમાં મેયર ડેશ બોર્ડની રચના કરવામાં આવશે.જેમાં રાજકોટવાસીઓને મનપા કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘરેબેઠા જ ફરિયાદોનું નિરાકરણ આવે તે માટે મેયર ડેશ બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં રાજકોટવાસીઓ પોતાની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકશે.જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા ડેશ બોર્ડમાં જેતે સમિતિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ડેસ્ક બોર્ડ છે તેવી જ રીતે રાજકોટ મેયર ડેશ બોર્ડ શરૂ કરવામાં આવશે.જેમાં નવા ભળેલા ગામોમાં લાઈટ,પાણી, ગટર,રસ્તા અને સફાઈ સહિતની વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવશે.જેમાં જરૂર પડ્યે આરોગ્ય અને કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે.આ સિવાય જન્મ-મરણ,વેરો,સર્ટિફિકેટ માટેની સેવાઓ ઓનલાઈન છે તેનો પણ મેયર ડેશ બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved