રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં પ્રદૂષણ ઘટે તે માટે જુદા જુદા પગલાઓ લઇ રહી છે.ત્યારે પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત બી.આર.ટી.એસ અને સિટી બસ સેવામાં 50 મીની કુલિંગ એ.સી ઇલેક્ટ્રિક બસ ગ્રોસકોસ્ટ મોડલથી પી.એમ.આઇ ઇલેક્ટ્રોક મોબિલીટી સોલ્યુશન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવ્યું છે.જેના અનુસંધાને ટ્રાયલ માટે એક ઈલેક્ટ્રિક બસનું શહેરમાં આગમન થયું છે.જે ઈલેક્ટ્રિક બસનું મેયર ડો.પ્રદિપ ડવ,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ,શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાનાં હસ્તે પૂજન કરાયું હતું.આમ એપ્રિલના અંતમાં વધુ 35 ઇ-બસ શહેરીજનો માટે દોડશે.આમ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલી ચીફ મિનિસ્ટ અર્બન બસ સર્વિસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને પ્રત્યેક ઈ-બસ દિઠ રૂ.25 પ્રતિ કિ.મી.ની ગ્રાન્ટ મળવાપાત્ર થશે.જેના કારણે મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ઓવરઓલ ઓપરેશન ખર્ચમાં ઘટાડો થશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved