લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં નવા એરપોર્ટની કામગીરીની સમીક્ષા કરતાં એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ

રાજકોટમાં બની રહેલા નવા એરપોર્ટની કામગીરીની સમીક્ષા કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના રીજીયોનલ એકજીક્યુટિવ મેનેજર ઝી સનરવ રાજકોટની મુલાકાતે આવશે અને આવતીકાલે હીરાસર એરપોર્ટની મુલાકાત લેશે.આમ રીજીયોનલ મેનેજર રાજકોટ આવી પહોંચશે.ત્યારબાદ આવતીકાલે સવારે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરહ તથા તેમની ટીમ સાથે મિટિંગ કરીને ત્યારબાદ નવા એરપોર્ટની મુલાકાત લઈ ત્યાંની સમીક્ષા કરશે.

આમ નવા એરપોર્ટ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.જેમાં ખાસ કરીને રનવેને લઈ અન્ય વિવિધ સુવિધાઓ અને નવી આવી રહેલી એરલાઈન સહિતના અલગ અલગ પાસાઓ પર તેઓ ટીમ સાથે ચર્ચા કરશે.આમ રાજકોટ આવતા પહેલા તેઓએ મુંબઈ,ભુજ અને કંડલા એરપોર્ટની મુલાકાત લીધી હતી.તેમની આ મુલાકાતને ખાસ મહત્વની માનવામાં આવી રહી છે.ત્યારે જેને લઇને એરપોર્ટ ઓથોરિટી પણ હીરાસર એરપોર્ટના રિપોર્ટ માટે નિરીક્ષણ કરીને પૂરી તૈયારી કરી લીધી છે.

આમ આગામી એપ્રિલ મહિનાથી રાજકોટમાં એરક્રાફ્ટના પાર્કિંગની સુવિધા માટે પણ વધારો થઇ રહ્યો છે.અત્યારસુધી માત્ર બે જ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હતી.પરંતુ આગામી સમયથી હવે એક સાથે છ જેટલાં એરક્રાફ્ટ પાર્કિંગ થઈ શકશે.