લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટના રાજા માંધાતાસિંહે વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યુ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં રાજકોટ મનપાનો પણ સમાવેશ થાય છે.જેમાં સામાન્ય લોકોની સાથે નેતાઓ અને સેલિબ્રિટીઓ પણ મતદાન કરી રહ્યા છે.ત્યારે રાજકોટના રાજા માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરી દેવી મતદાન કરવા માટે વિન્ટેજ કારમાં આવ્યા હતા.આમ રાજવી પરિવારના મતદાનથી રાજાશાહી અને લોકશાહીનો સમન્વય કહી શકાય.જોકે વર્તમાન સમયમાં દેશમાં ક્યાંય રાજાશાહી છે નહી પરંતુ વર્ષો જૂની પરંપરાના કારણે દેશમાં આજે રાજવી પરિવારો છે.આમ માંધાતાસિંહ 7 સીટર સુપર 8 સિલિન્ડર વિન્ટેજ કારમાં આવ્યા હતા.જોકે મતદાન બાદ કાર બંધ પડતા તેમને બીજી કારમાં પરત ફરવાનો વારો આવ્યો હતો.