લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં આજ બપોર સુધીમાં 180 નવા કેસો નોંધાયા,મનપાના કર્મચારીઓની રજાઓ રદ કરાઇ

રાજકોટમાં કોરોના કેસોની સાથે મોતની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે.ત્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત નીપજતા આરોગ્ય વિભાગ ચિંતામા આવી ગયું છે.આમ શહેરમાં બપોર સુધીમાં વધુ 180 કેસો નોંધાયા છે.આમ આ સાથે કુલ કેસોની સંખ્યા 20,787 પર પહોંચી છે.ત્યારે રાજકોટ રિજિયોનલ વેક્સિનેશન સેન્ટર હેઠળના જિલ્લા-કોર્પોરેશનને નવા 29 આઇ.એલ.આર તેમજ 5 ડીપ ફ્રિઝરની ફાળવણી કરવામાં આવી છે.વર્તમાન સમયમાં કોરોનાના વધતા કેસને પગલે જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે, ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે સમરસ હોસ્ટેલમાં 500 ઓક્સિજન બેડ ઊભા કરવામાં આવી રહ્યાં છે.જેમાં હાલ 250 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.આ સિવાય કેન્સર હોસ્પિટલ ખાતે 200 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે.રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા 230 દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર કરવામાં આવી રહી છે.

આમ કોરોના રસીના સંગ્રહ માટે તેને નિયત તાપમાને ફ્રિઝરમાં સ્ટોર કરવા માટે નવા 34 જેટલા ફ્રિઝર વિવિધ જિલ્લા-કોર્પોરેશનમાં ફાળવવામાં આવ્યા હોવાનું વિભાગીય નિયામકે જણાવ્યું છે.જેમાં રાજકોટ,ભુજ તેમજ રાજકોટ રિજિયોનલ સેન્ટરમાં પ્રત્યેક સ્થળે 90 લીટર ક્ષમતાના કુલ 6 આઇસ લાઇન ફ્રિઝર અને સ્મોલ ફ્રિઝર ફાળવવામાં આવ્યા છે.