લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમા છેલ્લા 24 કલાકમા 55 લોકોના મોત થયા,ટ્રાન્સપોર્ટ એસોએ 3 દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ

રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.શહેરની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના મોત થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે.આમ છેલ્લા બે દિવસમાં રાજકોટમાં 114 દર્દીઓના મોત નીપજ્યાં છે. આમ રાજકોટમાં આજ બપોર સુધીમાં વધુ 302 કેસો નોંધાયા છે.

જેમાં કોરોનાની ચેઇન તોડવા માટે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જેમાં આગામી 16,17 અને 18 એપ્રિલ એમ ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રાજકોટના 700 જેટલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ 3 દિવસ પરિવહન બંધ રાખશે.આ સિવાય ગૌરીદળ ગામે આગામી 16 થી 21 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે.જેમાં કોઈપણ ગ્રામજન દુકાન ખોલશે તો રૂ.1000નો દંડ વસુલવામાં આવશે.

આમ રાજકોટ મનપા દ્વારા 75 જેટલા સંજીવની રથથી લોકોને સેવા આપવામાં આવી રહી છે.જેના મારફતથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે.જેમાં દર્દીનું ઓક્સિજન લેવલ,ટેમ્પરેચર,પલ્સ જેવી ચકાસણી કરવામાં આવે છે.જેમાં જો દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તરત 108ને બોલાવી દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી પણ સંજીવની રથ કરી આપે છે.આ સિવાય સારવાર હેઠળ રહેલા દર્દીને નિયમિત ટેલિફોનિકથી મોનિટરિંગ કરવામાં આવે છે.