લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / દીપિકા પાદુકોણ અને કરીના કપૂર વચ્ચે પાત્રને લઈ હોડ જોવા મળી રહી છે

બોલીવુડ ફિલ્મ દિગ્દર્શક નિતેશ તિવારીની આવનારી ફિલ્મ રામાયણની ચર્ચા વર્તમાન સમયમાં મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં થઇ રહી છે.આમ આ ફિલ્મને નિર્માતા મધુ મન્ટેના મોટાપાયે નિર્માણ કરવાની યોજનામાં છે.ત્યારે આ ફિલ્મની સ્ટારકાસ્ટ પર લાંબાસમયથી ચર્ચા છે.આમ આ ફિલ્મમાં રાવણના પાત્રમાં ઋતિક રોશન જોવા મળવાનો છે,જ્યારે રામના પાત્રમાં સાઉથનો સુપરસ્ટાર મહેશબાબુ જોવા મળશે.આ ફિલ્મ માટે પહેલા સીતાના રોલ માટે દીપિકા પાદુકોણનું નામ ચર્ચામાં હતું.પરંતુ હવે ફિલ્મમેકર્સ કરીના કપૂરના નામ પર પણ વિચાર કરી રહ્યા છે.એવામાં ફિલ્મ નિર્માતા આ બન્ને અદાકારાઓમાંથી કોઇ એકને સીતાના પાત્ર માટે સાઇન કરશે.