લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / રણવીરસિંહ તમિલ ફિલ્મની હિંદી રિમેકમાં જોવા મળશે

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે આગામી 1 લી મે સુધી શૂટિંગમાં પણ રોક લગાવવામાં આવી છે.ત્યારે રણવીરસિંહે પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી છે.જેમાં રણવીરસિંહ તમિલની સુપરહિટ ફિલ્મ અન્નિયની હિંદી રીમેકમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.જેમાં તેણે જણાવ્યું છે કે મારા આગામી પ્રોજેક્ટની ઘોષણા કરતા હર્ષ અનુભવી રહ્યો છું,મારી આગામી ફિલ્મ દિગ્દર્શક શંકર સાથેની હશે.આમ આ તમિલ ફિલ્મ અન્નિયન વર્ષ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી.જેનું દિગ્દર્શન પણ શંકરે જ કર્યું હતું.જે એક સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે.આમ આ ફિલ્મનું શૂટિંગ વર્ષ ૨૦૨૨ના મે માસમાં શરૂ કરવાની યોજના છે.