લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રૂપાણી સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો- લોહીનું સગપણ ધરાવનાર પણ કરી શકશે ફરિયાદ, આ અધિકારી કરશે તપાસ

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગૃહરાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ બિલ રજૂ કર્યુ છે.લાંબાસમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી.જેથી સરકારે આખરે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું છે.બિલ રજૂ કરતાં તેમણે કહ્યું કે મારા જીવનમાં સૌથી મહત્વનુ બિલ રજૂ કરવાની મને તક મળી છે.તેમણે કહ્યું કે હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટતા સમાન માને છે. દીકરીઓને કસાઈ ના હાથે ન જવા દેવાય.જેહાદીઓ ના હાથે હિન્દૂ દીકરી ન જાય તે માટે આ કડક કાયદો લાવવામાં આવી રહ્યો છે.તેમણે કહ્યુ કે દીકરીઓને હેરાન કરનારને સરકાર ક્યારે છોડશે નહી.કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયક વિધાનસભામાં ફાડી નાખ્યું. જોકે,બાદમાં ઈમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,વિધાનસભામાં બિલ ફાડવું તે યોગ્ય વર્તન ન હતું.ઈમરાન ખેડાવાલાએ આ બિલને અયોગ્ય ગણાવ્યું છે.સમગ્ર ઘટના બાદ રાજ્યના ગૃહપ્રધાન પોઇન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો ઉઠાવી ઈમરાન ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી- ડીવાયએસપી કક્ષાના કે‌ તેની ઉપરના પોલીસ અધિકારી જ‌ તપાસ કરી શકશે.
– ગુનેગાર અને મદદ કરનાર બંને સામે ગુનો નોંધાશે.
– ખોટા નામ,અટક,ધાર્મિક ચિહ્નોના લગ્નમાં ઉપયોગ ગુનો બનશે
– કોઈપણ વ્યક્તિ સીધી રીતે અથવા કોઈપણ વ્યક્તિનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી શકશે નહિ.આવી વ્યક્તિ 3 વર્ષની કેદ અને 50 હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર બનશે.
– પીડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરિયાદ કરી શકશે.નારાજ થયેલ કોઈ પણ વ્યક્તિ,તેના માતાપિતા, ભાઈ-બહેન,લોહીના સગપણથી,લગ્ન અથવા દત્તક વિધાનથી સગપણ ધરાવતી કોઈ અન્ય વ્યક્તિ આ અધિનિયમ હેઠળ ફરિયાદ કરી શકે છે.
– કાયદા અંતર્ગત ગુનેગારને ત્રણ થી પાંચ વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે.તો સાથે જ બે લાખ રૂપિયાથી વધુના દંડની જોગવાઈ
– આરોપી સગીર,સ્ત્રી અથવા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં કરાયું હોય તો આરોપીને ચાર વર્ષથી ઓછી નહિ,પરંતુ સાત વર્ષ સુધીની સજા થશે અને તેને 3 લાખ રૂપિયાનો દંડ થશે.
– ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવવાનો હેતુથી કામ કરતી આરોપી સંસ્થા માટે ત્રણથી દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ, સાથે જ 5 લાખ સુધીના દંડની જોગવાઈ.સાથે જ આવી સંસ્થા અથવા સંગઠન રાજ્ય સરકાર દ્વારા અપાતી કોઈ ગ્રાન્ટ માટે હકદાર નહિ થાય.
– નિર્દોષ સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે
– ગુનો બિનજામીનપાત્ર ગણવામાં આવશે
– કપટથી લગ્ન કરવા કે લગ્નમાં સહાય કરવી ગુનો બનશે

તેમણે જણાવ્યું કે આ કાયદો ચાર ભાગમાં બનેલો છે.તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે તબ્લિક નામની મુસ્લિમ જાતિ કનર્વઝન કરવાની પ્રવૃત્તિ કરી રહી છે અને આવી સંસ્થા સામે આપણે જાગૃત થવાની જરૂર છે.તેમણે કહ્યું કે મુસ્લિમ યુવાન નામ બદલી અને હિંદુ છે તેવું પ્રસ્થાપિત કરે છે. હાથમાં નાણાં છડી બાંધે છે અને યુવતીને તેના પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરી લે છે.ત્યારબાદ આ મુસ્લિમ યુવાન પોતાનો અસલી ચહેરો બતાવીને યુવતીને સાથે વિશ્વાસઘાત કરે છે.આવા યુવાનો દીકરીની જિંદગી નરક જેવી બનાવી દે છે.જેથી આ કડક કાયદો લાવાની જરૂર પડી હોવાનુ પણ પ્રદિપસિંહે જણાવ્યુ હતુ.

વિધાનસભા ગૃહમાં લવ જેહાદના કાયદા અંગેની ચર્ચા દરમ્યાન ધારાસભ્ય જગદીશ પંચાલે આકરું નિવેદન આપ્યું છે.જગદીશ પંચાલે જણાવ્યું કે લવ જેહાદીઓને નપુંસક બનાવવાની સજા કરવી જોઇએ. જગદીશ પંચાલે ગૃહરાજ્યપ્રધાન સમક્ષ માંગણી કરી કે લવ જેહાદીઓ સામેની સજામાં ફેરફાર કરવામાં આવે અને તેમને નપુંસક બનાવવામાં આવે.ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા લવ-જેહાદ વિધેયક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું કે, કોઈ રાજકીય ઈરાદા પાર કરવા હેતુસર બિલ ન હોવું જોઈએ.સરકાર કોરોના નથી રોકી શકતા,મોબાઈલ ચોરને નથી રોકી શકતા,બેરોજગારને રોજગારી નથી આપી શકતા માત્ર હિંદુઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.ઉપરાંત તેમને છળ-કપટ કરનારને ફાંસી ચડાવાની તેમને હિમાયત પણ કરી હતી.મહત્વનું છે કે, વિધાનસભા અધ્યક્ષે જ્ઞાસુદીન શેખને શાંતિથી બોલવા માટે જણાવ્યું હતું. તેમને ઉશ્કેરાટમાં બોલતા અધ્યક્ષે બે મિનિટ માટે બેસાડી દીધા હતા.