લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા,55 કેદીઓને સારવારઅર્થે ખસેડાયા

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ આગળ વધી રહ્યું છે.ત્યારે દર્દીઓ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે.ત્યારે અમદાવાદની સાબરમતિ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.જેમાં છેલ્લા 24 કલાકમાં 35 કેદીઓ પોઝિટિવ આવ્યાં છે,જ્યારે 55 કેદીઓને હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યાં છે.આ સિવાય સુભાષબ્રિજ આર.ટીઓમાં ઇન્સ્પેક્ટર સહિત 30 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થવાથી કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આમ કચેરીમાં રોજના 1 હજાર લોકો આવે છે જેને લીધે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

આમ માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.ત્યારબાદ સ્થિતિ ગંભીર બનતી ગઈ.જેમાં બેદકારીને કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરો કરતાં વધવા લાગ્યું હતું.ત્યારે અમદાવાદમા 250 દિવસમાં કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો.ત્યારે શહેરમાં કેસની સંખ્યામાં સતત વધારો થતાં આરટીપીસીઆર ટેસ્ટ વધારવા માટે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થામાં ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.