લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સલમાનખાનની ફિલ્મ રાધેનું ટાઇટલ ટ્રેક રીલિઝ કરાયું

સલમાન ખાનની આગામી ફિલ્મ રાધેને લઇને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે ફિલ્મનું ટાઇટલ ટ્રેક રીલિઝ કરવામાં આવ્યું છે.જેમાં સાજિદ-વાજિદ દ્વારા રચિત અને સાજિદના અવાજમા એન્ટરટેનર ટ્રેક છે.જે ગીતમાં સલમાન ખાન અને દિશા પટની વિવિધ ડાન્સ કરતાં નજરે પડે છે.આ સિવાય સલમાન-દિશાની જોડી જામી રહી છે.આમ આ ફિલ્મમાં સલમાન ખાન,દિશા પટની,રણદીપ હુડ્ડા,જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.આમ સલમાન ખાન,સોહેલ ખાન તેમજ રીલ લાઇફ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત આ ફિલ્મ ઇદ પર આગામી 13 મેના રોજ રીલિઝ થશે.