લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સાણંદ સજ્જડ બંધ રહ્યું,સાંજે 5 વાગ્યા પછી વેપાર-ધંધા બંધ રખાયા

કોરોના સામેની લડાઇમાં રાજ્યના નાનામોટા શહેરો તેમજ વેપારી સંગઠનો સ્વૈચ્છિક રીતે જોડાઇ રહ્યા છે.ત્યારે સાણંદમાં ૧૦મીથી દરરોજ સાંજે 5 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી તમામ વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આમ સાણંદમાં વર્તમાન સમયમાં કોરોનાના દરરોજ 35 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે.ત્યારે અમદાવાદમાં વધતા જતા કેસોનો ફેલાવો હવે સાણંદ સુધી પહોંચવાની દહેશત સાથે ૯મીના રોજ સાણંદ પ્રાંત કચેરીમાં રાજકીય અગ્રણીઓ,સરકારી અધિકારીઓ તેમજ વેપારી એસોસિએશનોની મિટીંગ મળી હતી.જેમાં ૧૦મી એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી દરરોજ સાંજે 5 વાગ્યાથી સવારના 8 સુધી તમામ વેપારીઓએ દુકાનો તેમજ વેપાર ધંધા બંધ રાખવાનું નક્કી કર્યુ હતું.જેનો શનિવારથી અમલ શરૂ કરાયો હતો.