લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.ત્યારે રાજ્યના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે.જેને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.જેમાં રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે છે.તેમજ આજથી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન વિભાગની હીટવેવની આગાહી કરવામાં આવી છે.આમ અમદાવાદ સહિત 8 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થયો છે,જ્યારે ભૂજમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જ્યારે આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે.આમ અમદાવાદમાં છેલ્લા 7 વર્ષથી એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.ત્યારે એપ્રિલના બીજા અઠવાડિયામાં શહેરમાં કાળજાળ ગરમી પડી શકે છે.ત્યારે રાજ્યના અન્ય શહેરોમાં સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી,રાજકોટ-કંડલામાં 41.2 ડિગ્રી,ડીસામાં 41 ડિગ્રી,અમરેલીમાં 40.5 ડિગ્રી, કેશોદમાં 40.1 ડિગ્રી,વડોદરામાં 38.6 ડિગ્રી,સુરતમાં 32.3 ડિગ્રી,ગાંધીનગરમાં 38.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.