લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 11 હજાર રૂપિયામાં થશે લગ્નવિધિ,સોમનાથ ટ્રસ્ટ જરૂરી સુવિધા આપશે

દેશ-વિદેશના લોકો સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યમાં રૂ.11 હજારમાં વેદોકત લગ્‍ન કરી શકશે.જેમાં લગ્‍નવિઘિ માટે જરૂરી હોલ,મંડપ જેવી સુવિઘા ટ્રસ્‍ટ દ્વારા ઉપલબ્‍ઘ કરાવશે.જે સુવિઘાથી આગામી દિવસોમાં યાત્રાઘામ સોમનાથ વેડીંગ ડેસ્‍ટીનેશન બની રહેશે.આમ એકતરફ વર્તમાન સમયમાં લગ્‍ન પ્રસંગોનો ખર્ચ સામાન્‍ય અને મઘ્‍યમ વર્ગને પરવડતો નથી.ત્યારે બીજીતરફ વેડીંગ ડેસ્‍ટીનેશનનો ક્રેઝ વઘી રહયો છે.ત્યારે યુવાઓ ઘાર્મિક સ્‍થળોએ લગ્‍નપ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે.ત્‍યારે વર્તમાન પરિસ્‍થ‍િતિને ઘ્‍યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા લોકોને રાહતરૂપ નિર્ણય કરવામાં આવ્યો છે.જે બાબતે સોમનાથ ટ્રસ્‍ટના જી.એમએ જણાવેલ કે સોમનાથ સાંનિઘ્‍યમાં કેન્‍દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્નમંડપ હોલ સાથેનું ટુરિસ્‍ટ ફેસીલીટી કેન્‍દ્ર બનાવવામાં આવેલ છે.જેમાં કોઇપણ નાગરીક લગ્‍નપ્રસંગ કરી શકે તેવું આયોજન કરેલ છે.

આમ લગ્‍નવિઘિ માટે આઘુનિક લગ્‍ન હોલ,સ્‍ટેન,ચોળી,મહારાજા ખુરશી,લગ્‍નવિઘિની સામગ્રી,બ્રાહમણ,મહેમાનો માટે ખુરશીની વ્‍યવસ્‍થા, હાર-તોરણ,લગ્‍નછાબ,50 ફોટોગ્રાફસ તેની સીડી,સંસ્‍થાનું પ્રમાણપત્ર,સોમનાથ ભગવાનનો પ્રસાદ,વર-કન્‍યા માટે ફુલહાર,250 ગ્રામ મીઠાઇ, ખેસ,આંતરપટ જેવી સુવિઘાઓ ટ્રસ્‍ટ દ્વારા આપવામાં આવશે.આમ આ સાથે પાલિકાનું લગ્‍નનોંઘણી પ્રમાણપત્ર આપવામાં આવશે.