લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સોનુ સૂદે બેડસ,દવાઓ તેમજ ઓક્સિજનની મદદ માટે એપ બનાવી

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ જરૂરિયાતમંદોને મદદ કરવાને લઇને ચર્ચામાં રહે છે.ત્યારે દેશમાં કોરોનાએ સંકટની સ્થિતિ ઊભી કરી છે.ત્યારે હોસ્પિટલમાં બેડસ,દવાઓ અને ઓક્સિજનની કમી સામે આવી રહી છે તેવા સમયે વર્તમાન સ્થિતિને જોતાં સોનુ સૂદે ખાસ પગલું ભર્યું છે.જેમાં સોનુ સૂદે એક ટેલિગ્રામ એપ લોન્ચ કરી છે.જે એપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલમાં બેડ,દવાઓ અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવશે.આમ તેઓ લોકોને સ્ટડી,સારવાર,નોકરી વગેરે દરેક વસ્તુમાં મદદરૂપ થતો જોવા મળે છે.આમ લોકડાઉન દરમિયાન તેમણે લોકોની ખૂબ મદદ કરી હતી જેમાં તેણે વિદેશમાં ફેસાયેલા વિધાર્થીઓને પ્લેન મારફતે પરત બોલાવ્યા હતા.જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં કામ કરતાં મજૂરોને પણ તેમના ઘરે જવાની વ્યવસ્થા કરી આપી હતી.