લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સોનું સૂદને ફોર્બસે લીડરશિપ એવોર્ડથી સમ્માનિત કર્યો

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદને ફોર્બસ ઇન્ડિયા તરફથી લીડરશિપ ૨૦૨૦-૨૦૨૧ના વર્ષના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે.આ એવોર્ડ તેને કોરોના વાયરસની મહામારી દરમિયાન લદાયેલા લોકડાઉનમાં ગરીબ,મજૂરો અને કારીગરોને મદદ કરવા માટે આપવામાં આવ્યો છે.આમ આ એવોર્ડમાં સોનૂ સૂદને કોવિડ-૧૯નો હીરો તરીકે ગણવામાં આવ્યો છે.

કોરોના વાયરસ મહામારી સમયે દેશભરમાં સખત લોડકાઉન લગાડવામાં આવ્યું હતું.જેમાં પ્રવાસી મજૂરો પોતાના ગામ જવા ઉતાવળા થયા હતા.તે લોકોને તેમજ પરપ્રાંતીયોને ઘરભેગા કરવામાં સોનું સૂદે મહત્વનો ફાળો આપ્યો હતો.આજે લોકોએ તેને મસીહાનું ઉપનામ પણ આપી દીધું છે.લોકડાઉન દરમિયાન સોનું સૂદે મજૂરો અને કારીગરોને અલગ-અલગ હિસ્સામા તેમના શહેર અને ગામમાં સુરક્ષિત રીતે પહોંચાડયા હતા.આ માટે તેમને રાજ્ય સ્તરથી લઇને આંતરરાષ્ટ્રીય સ્તર પર સમ્માન મળી ચૂક્યા છે.