લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સોનુ સૂદે ઉત્તરાખંડ હોનારતમાં પીડિત પરિવારની ચાર દીકરીઓને દત્તક લીધી

7 ફેબ્રુઆરીના રોજ ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર તૂટ્યા બાદ પૂર આવતાં મોટાપાયે જાનમાલને નુકસાન થયું છે.જેમાં નદીઓમાં પાણી વધતાં અને કાટમાળને કારણે 204 લોકો લાપતા થયા છે,તેમાંથી મોટાભાગના લોકો તપોવન વિસ્તારમાં સ્થાપિત ઋષિગંગા તથા વિષ્ણુગાડ જળવિદ્યુત પરિયોજનામાં કામ કરી રહ્યા હતા.જેમાં અત્યારસુધીમાં 61 મૃતદેહો મળી આવ્યા છે અને બાકીના લોકોની શોધ ચાલુ છે.આમ આ હોનારતે અનેક પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે.જેમાથી એક ટિહરી જિલ્લાના દોગી પટ્ટીના લોયલ ગામનો આલમસિંહ પુંડરીનો પરિવાર છે.

જેમાં 45 વર્ષીય આલમસિંહ વિષ્ણુગાડ જળવિદ્યુત પરિયોજના સાથે જોડાયેલી ઋત્વિક કંપનીમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા.જેઓ જળપ્રલયના દિવસે આલમસિંહ પરિયોજનાની ટનલની અંદર રહીને કામ કરતા હતા.આઠ દિવસ બાદ કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારમાં એકમાત્ર કમાનારી વ્યક્તિનું અકાળે મોત થતાં પત્ની પર ચાર દીકરીનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ છે.જેમાં સૌથી મોટી દીકરી આંચલ 14 વર્ષની છે,જ્યારે અંતરા 11ની,કાજલ 8 વર્ષની અને અનન્યા 2 વર્ષની છે.આમ પતિના મોત બાદ પત્નીને સતત ચાર બાળકોનાં ભવિષ્યની ચિંતા કોરી ખાતી હતી.તેવા સમયે સોનુ સૂદ દેવદૂત બનીને આ પરિવારની મદદે આવ્યા હતા.