લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / શ્રદ્ધા કપૂર પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે

ભૂષણ કુમાર અને અહમદ ખાને પોતાના આગામી પ્રોજેક્ટ માટે શ્રદ્ધા કપૂરને ફાઇનલ કરી છે.ત્યારે આ ફિલ્મનું નામ ચાલબાઝ ઇન લંડન છે. શ્રદ્ધાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રથમ વખત ડબલ રોલમાં કામ કરવાની છે.શ્રદ્ધા અને અહમદ ખાન બાગી ૩ પછી ફરી એકવખત સાથે કામ કરશે.આમ શ્રદ્ધાએ ડબલ રોલ વિશે જણાવ્યું હતું કે મને કારકિર્દીમાં પ્રથમ વખત આ તક મળી છે અને હું આ નિભાવવા માટે ઉત્સાહિત છું.આ મોકો મળવાથી હું સ્વયંને ભાગ્યશાળી માની રહી છુ કે નિર્માતાઓએ મારા માટે ચાલબાઝ ઇન લંડન ફિલ્મ માટે વિચાર્યું.આમ દરેક સ્ટાર માટે ડબલ રોલ એ પડકારરૂપ હોય છે.