Error: Server configuration issue
ગુજરાત સરકારે એસ.ટી બસોમાં પોતાની એફ.એમ ચેનલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.આ એફ.એમ ચેનલના માધ્યમથી સરકારની વિવિધ જનતાલક્ષી યોજનાઓની માહિતી રાજયની પ્રજા સુધી પહોંચાડવામાં આવશે.આ એક મનોરંજન ચેનલ હશે તેમછતાં તેના પ્રસારણમાં સૌથી વધુ ભાર સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર ઉપર આપવામાં આવશે.આમ વર્તમાનમાં સમગ્ર ગુજરાતમાં અંદાજે 25 લાખ લોકો એસ.ટી બસોમાં મુસાફરી કરે છે અને દરરોજ 8000 બસ રોડ ઉપર દોડે છે તેથી વિશાળ જનસમુહ સુધી પહોંચવા માટે આ માધ્યમ સૌથી વધુ અસરકારક બની રહેશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved