લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમા કોરોનાની સાથે હીટવેવની દહેશત,અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો

એકતરફ રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે રાજ્યના અનેક ગામડાઓમાં વાયરસ વધુ ન ફેલાય તે માટે સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.ત્યારે શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદવામા આવ્યો છે.ત્યારે બીજીતરફ અમરેલી,સાબરકાંઠા,પાટણ,પંચમહાલ,ડાંગ સહિતના જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયાં છે.આમ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે.ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમીનું મોજું યથાવત રહેશે.આમ કોરોનાકાળમાં લોકો સંક્રમિત થવાના ડરે ઘરની બહાર નીકળતાં ડરે છે.ત્યારે ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ હોવાથી લોકો ઘરમાં જ બેસીને રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે.આમ માવઠાને પગલે કેળ,પપૈયા,તલ,મગ,મકાઈ સહિતના ઊભા પાક પકવતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.