કોરોના વોરિયર્સ,ફ્રન્ટલાઈન વોરિયર્સનું વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.ત્યારે હવે સિનિયર સિટીઝન તેમજ રાજ્યના અન્ય નાગરિકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.આમ આગામી 1 માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવશે.આમ ગુજરાતમાં કોરોના વોરિયર્સના વેક્સિનેશનની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.ફ્રન્ટલાઈન વોરિયર્સના બીજા તબક્કાના રસીકરણની કામગીરી પણ પુર્ણ કરી દેવામાં આવી છે.ત્યારે કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ 1 તારીખથી 60 વર્ષથી વધુની ઉમરવાળા સીનિયર સિટીઝન તેમજ 45 વર્ષથી ઉપરના કે જેઓને ગંભીર બીમારીઓ છે તેઓને વેક્સિન આપવામાં આવશે.આમ દેશમાં ફ્રન્ટલાઈન અને કોરોના વોરિયર્સને રસી આપવાના મામલે ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે.
રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં સિનિયર સિટીઝટનોને નિ:શુલ્ક વેક્સિન આપવામાં આવશે.આ ઉપરાંત ખાનગી સેન્ટર પર પ્રોસેસિંગ ફી રૂ.100 રહેશે અને બાકીની રકમ જે નક્કી થાય તે રીતે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે.આમ ભારત સરકાર કોવિંદ કરીને એક એપ્લિકેશન લોન્ચ કરશે. જેમાં વેક્સિનનું રજિસ્ટ્રેન કરવામાં આવશે.આમ રજિસ્ટ્રેનના બે પ્રકાર છે.એક મોબાઈલ નંબર ઉપરથી મહત્તમ ચાર લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે.જેના ડોક્યુમેન્ટમાં આધારકાર્ડ,વોટિંગકાર્ડ, પાસપોર્ટ,લાયસન્સ,પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે.આ ઉપરાંત જે લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવી શકે તે લોકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે.જેમાં આવકની કોઈ સીમા નથી.આમ ખાનગી કોવિડ વેક્સિનેશન સેન્ટરમા રૂ.100 પ્રોસેસિંગ ફી આપવાની રહેશે.આ સિવાય રસીનો જે ભાવ હશે તે આપવો પડશે.આમ ભારત સરકાર વેક્સિનના ઓનલાઈન સર્ટિફિકેટ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved