લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લેસર-શોનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી અન્ય કેટલાક આકર્ષણોને લીધે કેવડિયા સહિત સમગ્ર દેશના પ્રવાસીઓ માટે મનપસંદ સ્થાન બન્યું છે.ત્યારે આ સ્થાનની મુલાકાત લેનારા લોકો જંગલ સફારીની મુલાકાત લેવાનું જરાય ચૂકતા નથી.કુદરતના સાનિધ્યમાં નવા-નવા જંગલી પ્રાણીઓને જોઈ લોકોનું મન પ્રફુલ્લિત થઈ જાય છે.ત્યારે જંગલ સફારીમાં કેટલાક સમય પહેલા બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમસ લાવવામાં આવ્યા છે.

ત્યારે બીજીબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર-શોના સમયમાં પણ ફેરફાર કરાયો છે.જેમાં ઉનાળો શરૂ થતાં પ્રવાસીઓના ઘસારાના કારણે 10 માર્ચથી સાંજનાં 07.00 કલાકનાં બદલે 07.30 કલાકથી લેસર શો શરૂ કરવામાં આવશે.જેમાં લોખંડી પુરુષ સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભારે આકર્ષણ છે.ત્યારે રાત્રિ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લેસર શો યોજવામાં આવે છે.જેમાં લેસરની લાઈટો દ્વારા સરદાર પટેલના જીવનને લગતી વાતોને ઓડીયો લાઇટ સાથે સ્ટેચ્યુ પર બતાવાય છે તેમજ સરદાર પટેલની પ્રતિમા કેવી રીતે બની તેનું પણ ચિત્રણ કરવામાં આવે છે.