કોરોનાને કારણે ધો.10ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે ધો.10માં રિપિટર વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા હતા.ત્યારે તેમને માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું.જેથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માંગણી કરવામાં આવી છે.રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે.જેમાં તેમણે ધો.10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બદલ આભાર વ્યક્ત કર્યો છે.પરંતુ બાકીના 3.70 લાખ જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ માસ પ્રમોશનથી વંચિત રહી ગયા છે.તેમના માટે માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.આ સિવાય પ્રમુખે વધુમાં જણાવ્યું છે કે સરકારે એકસમાન નીતિ રાખી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ.આમ રિપિટર વિદ્યાર્થીઓ માટે હજુસુધી કોઈ નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved