વૈશ્વિક કોરોના કાળને લઈ ઉત્તર ગુજરાત જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ હતું જોકે દિવાળી બાદ રાજ્યમાં કોરોના અંકુશમાં આવતા સરકાર દ્વારા સ્કૂલોમાં તબક્કાવાર શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે.આમ અગાઉ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ શરૂ કર્યા બાદ ગુરુવારથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા હોવાથી ઉત્તર ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લામાં એકતરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ગરમાવો છે.જ્યારે બીજીતરફ સરકાર દ્વારા શાળાના અમુક વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે પ્રાંતિજમાં કોરોના ફરી વકરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જેમાં પ્રાંતિજની બે ખાનગી શાળાના એક મહીલા સહિત પાંચ શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર શિક્ષણ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આમ પ્રાંતિજ શહેરના સીનેમા રોડ પર આવેલી સર્વોદય વિદ્યાલયમાં એક મહિલા આચાર્ય સહિત અન્ય ત્રણ શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે જયારે એકસપરિમેન્ટલ હાઈસ્કૂલના બે શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં પ્રાંતિજમાં એક મહિલા સહિત પાંચ શિક્ષકોનો કોરોના રીર્પોર્ટ પોઝિટિવ આવતાં પ્રાંતિજ શહેરમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓમા ચિંતા જોવા મળી છે જયારે બીજીતરફ કેટલાક બાળકો હજુ પણ શાળામાં માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળ્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved