લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્રના ચોરવાડ,ઉમરાળામાં સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરાયું

કોરોના મહામારીની સ્થિતીને ધ્યાને લઇ ચોરવાડ નગરપાલીકા વિસ્તારના તમામ વેપારી એસોના હોદેદારોની એક બેઠક નગરપાલીકા ચીફ ઓફીસર તથા પ્રમુખની આગેવાની હેઠળ મળેલ હતી.જેમાં મંગળવારથી એક અઠવાડીયા સુધી બપોરના 2 વાગ્યા બાદ વેપાર-ધંધા સંપુર્ણ લોકડાઉન કરવાનું નકકી કરવામાં આવેલ છે.જ્યારે બપોરના 2 વાગ્યા બાદ આવશ્યક સેવાઓમાં મેડીકલ સ્ટોર,દુધની ડેરીઓ ખુલ્લી રાખવાનું નકકી કરવામાં આવેલ છે.આ સિવાય કાલાવડ તાલુકાના ઉમરાળા ગ્રામપંચાયત દ્વારા તાજેતરમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આગામી શુક્રવાર સુધી સંપુર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.આમ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે પણ વધી રહેલી કોરોના મહામારીના કારણે તા.13-4 થી તા. 30-4 સુધી સ્વયંભુ બપોર બાદ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.