લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સની દેઓલનો પુત્ર રાજવીર દેઓલ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે

ધર્મેન્દ્રએ તેમના પૌત્ર અને સની દેઓલના પુત્ર રાજવીર દેઓલની ડેબ્યૂ ફિલ્મની જાહેરાત કરી છે.કરણ દેઓલ બાદ સની દેઓલનો બીજો પુત્ર રાજવીર દેઓલ પણ બોલિવૂડની દુનિયામાં પ્રવેશવા જઇ રહ્યો છે.ત્યારે આ અંગે ધર્મેન્દ્રે રાજવીર દેઓલને લઇને ટ્વિટ કરતાં લખ્યું હતું કે મારો પૌત્ર રાજવીર દેઓલ અવનીશ બડજાત્યા સાથે સિનેમાની દુનિયામાં પગ મૂકવા જઇ રહ્યો છે.મારી તમારા લોકોને પ્રાર્થના છે કે,તમે પણ આ બન્ને બાળકો પર એવી રીતે પ્રેમ વરસાવો જેવી રીતે તમે મારી પર વરસાવ્યો છે.ગુડલક અને ગોડ બ્લેસ.આ અવનીશ બડજાત્યાની પણ ડેબ્યૂ ફિલ્મ છે.આમ રાજવીર દેઓલની ડેબ્યૂ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હશે.આમ રાજવીર અને અલિઝેહ એકસાથે ડેબ્યૂ કરી શકે છે.