લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા આગામી 6થી લેવાનારી છાત્રોની પરીક્ષા મોકુફ કરી

કોરોના વાયરસની મહામારીના પગલે સૌરાષ્ટ્ર યુનિ દ્વારા આગામી તા.6થી શરૂ થનારી પરીક્ષા મોકુફ રાખવામા આવી છે.જે પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.આમ આ અંગે સૌરાષ્ટ્ર યુનિનાં કુલપતિએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારી વધતાં સાવચેતીનાં પગલારૂપે તા.6થી શરૂ થનારી આ પરીક્ષા વર્તમાન સમયમાં મોકુફ કરવામાં આવી છે.જે પરિસ્થિતિ થાળે પડયા બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે.આમ સૌરાષ્ટ્ર યુનિની સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાની અંતિમ સત્રની પરીક્ષામાં 52 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેસનાર હતા.આમ આ સિવાય ગુજરાત ટેકનોલોજી યુનિ દ્વારા પણ તમામ સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઈન લેવાની જાહેરાત કરી છે.