લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમા ભારે પવન તેમજ ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડ્યો

સુરતમાં તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ ગઈ છે.ત્યારે શહેરમાં ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો.આમ અચાનક આવેલા વરસાદને કારણે સુરતવાસીઓ દોડતા થયા હતા.આમ વાવાઝોડાને કારણે સુરત સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી.ત્યારે વરસાદ પડતાં તેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી સાથે જ ડાંગરનો પાક લઈ રહેલા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી.