લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમાં કોરોનાથી 9 હજાર લગ્નો અટક્યા,જ્યારે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને 200 કરોડનું નુકશાન થયું

કોરોના સંક્રમણે હાહાકાર મચાવતાં લગ્નસરાને ગ્રહણ લાગ્યું છે.આમ સુરત જિલ્લામા 9 હજાર જેટલા લગ્નો સ્થગિત કરાયા છે.જેના કારણે મેનેજમેન્ટ એજન્સીઓને અંદાજે 200 કરોડનું નુકશાન થયું છે.આમ લગ્નના મૂહૂર્ત સ્થગિત થતાં 30 હજાર જેટલા લોકો બેરોજગાર થયા છે.આમ દક્ષિણ ગુજરાતમાં પણ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજીત થનારા 20 હજાર લગ્ન સ્થગિત થયા છે.જેથી ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને 650 કરોડ રૂપિયાનુ નુકશાન થયું છે.વર્તમાન સમયમાં કોરોનાના કારણે લોકો જૂન સુધી લગ્ન સ્થગિત કરી રહ્યાં છે,ત્યારે 30 હજાર જેટલા લોકો બેરોજગાર થયા છે.જેમાં ઈવેન્ટ મેનેજર,કેટરિંગ,બેંડ તથા લગ્ન સાથે સંકળાયેલી અન્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.