લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીની ટીમ આવી પહોંચી

કોરોનાના વધતા જતા કેસને કારણે સુરતની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે.ત્યારે સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી એઇમ્સની ટીમ આજે સુરત આવી પહોંચી હતી.જેમાં પાલિકાના સ્મેક સેન્ટરમાં પાલિકા કમિશનર તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.ત્યારબાદ આ ટીમ સિવિલ હોસ્પિટલ પણ જશે.જેમાં એઇમ્સનાં 12 અધિકારીઓની ટીમ સુરતની મુલાકાત લઈને પોતાનો પ્રતિભાવ આપશે.