લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું 1414 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

 

સુરત જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું રૂ.1414.12 કરોડનું બજેટ પ્રમુખ સ્થાનેથી રજૂ થતાં સર્વાનુમતે મંજૂર કરાયું હતું.આ બજેટમાં આંગણવાડી કેન્દ્રો માટે તેમજ પશુપાલકો માટે ખાસ જોગવાઈ કરાઈ છે.જેમાં જિલ્લા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભામાં પંચાયત પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષસ્થાનેથી બજેટ રજૂ કર્યું હતુ.આ બજેટમાં શિક્ષણ અને ફર્નિચર માટે પાંચ લાખ,ઉત્તરવહી છાપવા માટે 25 લાખ પંચાયત છાત્રાલય બાંધકામ માટે 1 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.જાહેર આરોગ્ય ક્ષેત્ર 50 લાખની,બાળકોને દૂધ આપવાની યોજના હેઠળ 40 લાખ,આંગણવાડી કેન્દ્રો માટે વાસણ ખરીદવા,પીરસવાના વાસણો આપવા માટે 50 લાખ,ખેતીવાડી ક્ષેત્રે શેરડી પાકમાં સિંગલ હાઇબ્રીડ રોપા માટે 1.20 કરોડની યોજના કરાઇ છે.આ સિવાય બાંધકામના પ્રવાસન માટે 30 લાખ તેમજ સ્મશાનગૃહમાં ખૂટતી સુવિધા માટે 1 કરોડની જોગવાઈ કરાઈ છે.

આ ઉપરાંત સુરત જિલ્લા પંચાયત હસ્તકના કામરેજના કઠોર ગામે આવેલ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રની 12 હજાર સ્ક્વેર ફૂટ જગ્યાની માગણી સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી શુદ્ધિકરણ માટે કરવામાં આવી હતી જે સામાન્ય સભામાં બહાલ કરવામાં આવી છે.આમ સતત ચાર વર્ષોથી સ્વભંડોળના બજેટમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો જે આગામી નાણાકીય વર્ષના બજેટના આયોજનમાં 6 કરોડ રૂપિયાનો વધારો થયો છે.અસાધ્ય રોગથી પીડીત જિલ્લાના આર્થિક રીતે નબળા દર્દીઓને જિલ્લા પંચાયત તરફથી સહાય આપવા માટે ૨૫ લાખની ફાળવણી કરવામાં આવી છે.આ ઉપરાંત સર્પદંશ,હડકવા,લેપ્ટોસ્પાયરોસીસ તેમજ કુદરતી હોનારતમાં મૃત્યુ સહાય અંગે 2 લાખ,જિલ્લાના સિકલસેલ એનિમિયાના દર્દીઓને સહાય માટે 75 હજારની જોગવાઇ કરવામાં આવી છે.

આંગણવાડીના કેન્દ્રમાં આવતા બાળકોમાં દુધ આપવાની યોજના હેઠળ 40 લાખની જોગવાઇ તેમજ નવી યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રમાં રાંધવા અને પીરસવાના વાસણ આપવાની યોજના હેઠળ 50 લાખ,પાણીની ટાંકી તથા મોટર માટે ૧૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.ખેતી માટે આધુનિક સુવિદધા માટેની સહાય અંગેની યોજના અંતર્ગત શેરડી પાકમાં સીગલ આઇ બર્ડ રોપામાં સહાય યોજના અંગે રૂપિયા 1.20 કરોડ, ટપક સિંચાઇ પધ્ધતિગ માટે સહાય અંગે 25 લાખની ફાળવણી કરવામાં આવી છે.સુરત જિલ્લા પંચાયત વિસ્તારના નાગરીકોને મરણોત્તર ક્રિયા માટે સહાય પુરી પાડવા માટે રૂપિયા 75 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થીઓને મકાન સહાય માટે રૂપિયા 2 કરોડ તથા મહદઅંશે આદિવાસી સમાજના બાળકો રહીને અભ્યાસ કરે તેવી આશ્રમશાળા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓમાં ખુટતી સુવિધા આપવા માટે રૂપિયા 10 લાખની તેમજ આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થીઓને સ્વરોજગાર માટે ખરીદેલા સાધનો ઉપર સહાય આપવા માટે 30 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

પાણીના નવા બોર બનાવાની યોજના માટે 2.60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.સિંચાઇ માટે પીવીસી પાઇપલાઇનની યોજના માટે 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.આ ઉપરાંત ખેતીવાડી માટે આવશ્યક ચેકડેમોની સુધારણા માટે રૂપિયા 35 લાખ,આદિવાસી વિસ્તારમાં લીફટ ઇરીગેશન માટે રૂપિયા 80 લાખ તથા પાણીના કુવા,બોરની ચકાસણી રીચાર્જીગ કરવાની યોજના માટે રૂપિયા 5 લાખની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે.આ સિવાય રસ્તાઓની ખાસ મરામત માટે રૂપિયા 10 લાખ,પ્રવાસન ધામના વિકાસ માટે રૂપિયા 30 લાખની યોજના બનાવાઇ છે.