લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું 6534 કરોડનું બજેટ રજૂ કરાયું,ઈલેક્ટ્રિક બસો દોડશે

સુરત પાલિકાનું વર્ષ 2020- 21નું રિવાઈઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.જે સુરત મ્યુ.કમિશનર દ્વારા 6534 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.જેમાં નવા સમાવિષ્ટ વિસ્તાર માટે રૂ.140.21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત બેરેજ અને રિવરફ્રન્ટ પ્રકલ્પમાં રૂ.26.90 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.મનપાના નવા વહીવટી ભવન માટે 9 કરોડ રૂપિયા જ્યારે 5 ઝોનમાં એરક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે અને 300થી વધુ ઈલેક્ટ્રિક બસો દોડાવાશે.આ સિવાય ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ અંતિમ તબક્કામાં છે,ખાડી ડેવલપમેન્ટના કામ પૂર્ણ કરાશે,સ્મિમેર અને મેડિકલ કોલેજ માટે એક ટ્રસ્ટની રચના કરાશે,હેલ્થસેન્ટરના સૂચિત કામો કરાશે,36 આરોગ્ય સેન્ટર વધારશે,વિ.વિ.ડી.ડી.સી હેલ્થ સિસ્ટમ સાથે કાર્યરત સ્લમ વિસ્તારમાં 142 જેટલા હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવશે,સુરતનો ઐતિહાસિક કિલ્લાનું રીનોવેશન બાદ લોકો માટે તેને સંપૂર્ણપણે ખુલ્લો મુકાશે તેમજ કિલ્લાનાં પરિસરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની મજા માણી શકશે,ભાગળના કલોક ટાવરનું સંરક્ષણ તેમજ રીપેરીંગ કરાશે

આમ વર્ષ 2021 અને 22ના કામોમાં નવા સાધનો વિશે મનપા કમિશનરે જણાવ્યું હતું કે સ્મિમેર ખાતે એક લેબ શરૂ કરાશે,6 કરોડના ખર્ચે એરક્વોલિટીના કામો થશે.