લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત મહાપાલિકાએ તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી

રાજ્યના સુરત શહેરમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા હોવાથી મહાનગરપાલિકાએ તમામ કર્મચારીઓની રજા રદ કરી દીધી છે.આમ 30 એપ્રિલ સુધી રજાના દિવસોમાં પણ પાલિકાની કોવિડની કામગીરી ચાલુ રહેશે.

સુરતમાં કોરોનાના નવા ટ્રેન્ડને કારણે ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા વધુ સતેજ બન્યું છે.ત્યારે સુરત મહાનગરપાલિકાએ આગામી એપ્રિલ સુધી કોઈપણ ખાસ કારણ વિના કર્મચારીઓની રજા મંજુર નહી કરવા માટેનો આદેશ આપ્યો છે.તેમજ કોરોનાની કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓએ જાહેર રજાના દિવસે પણ કામગીરી કરવાની સુચના આપી છે.આગામી 30 એપ્રિલ સુધી કોઇપણ કર્મચારીઓની રજા મંજૂર થશે નહી તેવો પરિપત્ર મહાનગરપાલિકાના તમામ ઝોનમાં અને વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે.