લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમાં પતજંલિ વિદ્યાલયમાં કોવિડ આઈસોલેશન સેન્ટરનો પ્રારંભ કરાયો

કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકો સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે આવ્યા છે.જેમાં ગુજરાતમાં સુરત જેવા શહેરમાં કોરોના રોગચાળો ખૂબ વકર્યો છે.ત્યારે દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી એસજીવીપી ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી ગુરુકુલ પરિવાર દ્વારા આઈસોલેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે સેવાકાર્યમાં કામરેજ તાલુકા આરોગ્ય વિભાગ,પતંજલિ વિદ્યાલય,દેવભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ,કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે.આમ સુરતના કામરેજ તાલુકાના વલણ ગામ ખાતે આવેલ પતંજલિ વિદ્યાલયમા 100 દર્દીઓની સારવાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જરૂર પડશે તો 300 જેટલા દર્દીઓ સારવાર કરાવી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે.આમ સારવાર લઈ રહેલા દર્દીઓની તથા તેમના સંબંધીઓ માટે રહેવા-જમવાની તમામ વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે.