લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમા 74,947 કોરોના પોઝિટિવ કેસ સામે મૃત્યુઆંક 1283 થયો

સુરત શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 74,947 પર પહોંચી ગયો છે.જ્યારે શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1283 થયો છે.ત્યારે કોરોનાની વધતી ગતિના કારણે બેન્કમાં કામ કરતા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે.ત્યારે સાવચેતીના ભાગરૂપે ઘણા શહેરની કો.ઓપરેટીવ તેમજ ખાનગી બેન્કોએ કામકાજનો સમય સવારે 10 થી બપોરે 3નો કરી દીધો છે.આ સાથે જ ખાતેદારોને ઓનલાઈન બેન્કિંગ કરવા માટે આગ્રહ કરાયો છે.આમ શહેરમાં 45 નેશનલાઈઝડ,કો.ઓપરેટીવ અને ખાનગી બેન્કોની 350 બ્રાંચો કાર્યરત છે.