સોરઠમાં તાઉતે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને 25 કરોડથી વધુનું નુકસાન થયું છે.આમ સોરઠ એ કેસર કેરીના પાક માટેનું પીઠ્ઠું માનવામાં આવે છે.જ્યાં આંબાના 16,00,000 જેટલા ઝાડ છે.જેમાં 8 લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે.પરંતુ વર્તમાન સમયમાં માત્ર 35 ટકા જેટલો જ પાક લેવાયો છે જ્યારે બાકીનો 65 ટકા જેટલો પાક આંબા પર છે.
આમ આ સમયગાળા દરમિયાન ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે આંબાના અનેક ઝાડનો સોથ વળી ગયો છે.ત્યારે મોટાભાગના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરીઓ ખરી પડી છે.જેના પરિણામે કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો તથા ઇજારદારોને રૂ.25 કરોડથી વધુનું નુકસાન થવાની દહેશત વ્યક્ત થઇ રહી છે.આ દરમિયાન તાલાલા યાર્ડમાં કેસર કેરીના 22,787 બોક્ષની આવક થઇ હતી જેનો ભાવ રૂ.400થી લઇને 700 સુધીનો રહ્યો હતો.ત્યારે વાવાઝોડાના પગલે મંગળવારે તાલાલા યાર્ડ બંધ રહેશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved