તાઉ-તે વાવાઝોડને કારણે રાજકોટ એરપોર્ટ આજે સાંજે 4 વાગ્યાથી આગામી 19 મેએ બપોરે 11.15 વાગ્યા સુધી બંધ રહેશે.આમ વર્તમાન સમયમાં આવી રહેલા ભારે પવન અને ભારે વરસાદની આગાહીને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ વાવાઝોડાની અસરને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મંડપ તૂટ્યા છે,જ્યારે એસ.ટી બસપોર્ટ અને દરિયાકાંઠાના રૂટ બંધ કરવામાં આવ્યા છે.આમ અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડુ તાઉ-તે ગુજરાત તરફ વધી રહ્યું છે.ત્યારે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે.જેના કારણે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની અપીલ કરાઈ છે.આ ઉપરાંત મોટી ચણોલ અને પડધરી તાલુકાના ગામોમાં વાવાઝોડાને પગલે વીજપોલ ધરાશાયી થયા છે.જેમાં મોટી ચણોલ ગામ ખાતે તો વીજપુરવઠો ગઈકાલ રાતથી ખોરવાઇ ગયો છે.
આમ વાવાઝોડાની અસરથી જસદણ રોડ પર આવેલી દુકાનોના બોર્ડ ઉડી ગયા હતાં.પરંતુ મોટી જામહાની થઈ ન હતી.આ સિવાય ખેડુતોમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે.જેમાં ઉનાળું પાક તલ,મગફળી અને મગને આ વાવાઝોડાથી નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved