તૌકતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવા જઈ રહ્યું છે.ત્યારે હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્જર એલર્ટ ગણાવ્યુ છે.આમ આ વાવાઝોડુ આજે રાતે 8 થી 11 વાગ્યા સુધીમાં દીવથી 20 કિલોમીટર પૂર્વમા ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.જેના કારણે કારણે જૂનાગઢ, ભાવનગર,અમરેલી અને નવસારીમાં ભારે વરસાદ પડશે.જ્યારે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.આમ આ વાવાઝોડુ વેરાવળથી 260 કિમી દૂર છે.જ્યારે દીવથી 220 કિમિ દૂર છે.આમ આ વાવાઝોડુ વર્તમાન સમયમાં 15 કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે.આ સમય દરમિયાન દરિયાઇ પટ્ટીના તમામ જિલ્લાઓમાં વરસાદની પ્રબળ શક્યતાઓ છે.જ્યારે રાજ્યના 15 જિલ્લામાં 175 થી 210 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાને લઇ તમામ લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved