લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / તાઉતે વાવાઝોડાની સંભાવનાને પગલે સાંતલપુર,રાધનપુરના 127 ગામોને એલર્ટ કરાયા

તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.ત્યારે પાટણ પંથકના વાતાવરણમાં પલટો આવતા વરસાદી છાંટા પડ્યા હતા.આમ વાવાઝોડાને પગલે કચ્છને અડીને આવેલા સાંતલપુર તાલુકાના 71 જ્યારે રાધનપુર તાલુકાના 56 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ત્યારે સાંતલપુર પાસે આવેલા કચ્છના નાના રણમાંથી 1000 જેટલા અગરિયાઓના પરિવારોને વતનમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે.આમ બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસમાં તાઉતે વાવાઝોડાને પહોંચી વળવા વહિવટીતંત્ર સજ્જ બન્યુ છે.ત્યારે અધિકારીઓને હેડકવાર્ટસ ન છોડવાનો આદેશ કરી તકેદારીના પગલાં ભરવા સૂચનો કરવામાં આવ્યા હતા.

તાઉતે વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં કોઈ જગ્યાએ નુકસાન ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે.ત્યારે જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા તાત્કાલિક જિલ્લાના અધિકારીઓ સાથે તાકિદની બેઠક યોજવામાં આવી હતી.જેમાં અધિકારીઓને હેડકવાર્ટસ ન છોડવાનો આદેશ કરી તમામ તકેદારીના પગલાં ભરવા સૂચનો કરવામાં આવ્યા હતા.આ સિવાય લોકોના જાનમાલને નુકશાન ન થાય તે માટે પાલિકા વિસ્તારમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ આગામી 24 કલાકમાં ઉતારી દેવા તથા યુ.જી.વી.સી.એલની લાઈન નજીકના ઝાડ કટિંગ કરી લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આમ વાવાઝોડામાં વીજપુરવઠો ખોરવાય તો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓ માટે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં પાવર બેકઅપની વ્યવસ્થા કરી રાખવા જણાવ્યું હતું.તેમજ હોસ્પિટલમાં ખાલી થયેલા ઓક્સિજનના તમામ સિલિન્ડરો ભરાવી રાખવા સૂચના આપવામાં આવી હતી.