લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમાં વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

તાઉ-તે નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ વાવાઝોડું વર્તમાન સમયમાં વેરાવળથી 660 કિ.મી દૂર છે.આમ ગુજરાત કોસ્ટમાં 17 તારીખે અને 18 તારીખે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે ત્યારે વાવાઝોડાની ગતિ 152 થી 160 કિમી પ્રતિ કલાકની રહેશે.ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.જેના કારણે નવસારી,વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.આ સિવાય કોસ્ટલ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.ગીરસોમનાથ,અમરેલી,ભાવનગર,જૂનાગઢ સહિતના પંથકમાં 17 અને 18 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ થશે.જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,સુરત,ભરૂચ,આણંદ અને દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

તાઉ-તે વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર સાથે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પીપાવાવ કોસ્ટગાર્ડ પણ એલર્ટ થયુ છે.પીપાવાવ કોસ્ટલ વિસ્તારમા કોસ્ટગાર્ડ બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી લોકોને એલર્ટ કરી રહ્યા છે.આમ વાવાઝોડાના સંદર્ભે કોસ્ટગાર્ડ જવાનો જાફરાબાદના માછીમારોના સતત સંપર્કમા જોવા મળી રહ્યા છે.