લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને છેલ્લા 15 દિવસમાં સાડા છ કરોડનું નુકસાન થયું

મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર કર્યું છે.ત્યારે મનોરંજન ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ રહ્યું છે.ત્યારે છેલ્લા 15 દિવસમાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીએ લગભગ રૂપિયા સાડા છ કરોડની નુકસાની ઉઠાવી પડી છે.આમ આ ઇન્ડસ્ટ્રીમાં રોજના એક લાખ વર્કસ રોજી પર કામ કરે છે. જે પૈકીનાં સ્પોટમેનથી લઇ ડ્રેસવાલા,લાઇટમેન,સેટિંગ વગેરે લોકો પાસે વર્તમાન સમયમાં કોઇ કામ નથી.આમ નિર્માતાઓ વધુપડતા શૂટિંગ મુંબઇની બહાર કરી રહ્યા છે.આમ જે નિર્માતાઓએ પોતાના શો માટે સેટ બનાવ્યા છે તે પણ બીનઉપયોગી પડી રહ્યા છે.જ્યારે પોતાના શોને ચાલુ રાખવા માટે નિર્માતાઓ મુંબઇની બહારના લોકોશનો પર પૈસા રોકી રહ્યા છે જેમાં એક દિવસના લોકેશનનો ખર્ચો લગભગ રૂ.25,000 થી 1 લાખ સુધીનો આવતો હોય છે.